
ટેલીફોનીક શુભેચ્છા સંદેશ સંતો મહંતો અધિકારીઓ અને રાજકીય આગેવાન દ્વારા પાઠવવામાં આવેલ હતાં બાપુનાં ૪૪ માં જન્મ દિવસ ની ઉજવણી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.
The Incredible Town Of India


મૂળી માં આવેલ પ્રખ્યાત માંડવરાયજીદાદા મંદિર ખાતે આજે સમગ્ર ક્ષત્રિય સમાજ ચોવિસી પરમાર પરિવાર દ્વારા સમગ્ર વિસ્તારનાં ઇતિહાસ તેમજ સમાજનાં કાર્યક્રમ દર્શાવતુ કેલેન્ડર વિમોચન રાજપુત કરણીસેના નાં પ્રદેશઅધ્યક્ષ જે પી જાડેજા તેમજ ભુમીગ્રુપ તેમજ સમાજ અગ્રણી શકિતસિંહ જાડેજાનાં હસ્તે કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે કલાસ વન અધિકારી તરીકે નોકરી મેળવેલ રવિરાજસિંહ પરમારનું સન્માન પણ કરાયુ હતુ. આ પ્રસંગે રાજેન્દ્રસિંહ પરમાર મૂળરાજસિંહ પરમાર વિક્રમસિંહ પ્રદિપસિંહ સહિત સમગ્ર વિસ્તારમાંથી અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા.

મુળી તાલુકાના ગોદાવરી ગામે ગામની તેમજ વેપારીઓની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી ગોદાવરી ગ્રામ પંચાયત દ્વારા પોતાના સ્વભંડોળથી 1.50 લાખના ખર્ચે ગોદાવરી ગામમાં 18 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં
અવર જવર વધુ હોય એવા વિસ્તારોમાં તેમજ ગોદાવરી ગામની બજારમાં સીસીટીવી લગાવવામાં આવતા ગ્રામજનોમાં આનંદની લાગણી વ્યાપી છે તેમજ મુળી તાલુકામા આ પ્રથમ ગામ છે જેમાં સુરક્ષાને ધ્યાનમાં લઈને આવો સુંદર નિર્ણય લીધો છે સરપંચ સાગરભાઇ તેમજ ઉપસરપંચ જયપાલસિંહ પરમારે શનિવારે આ કેમેરા નુ ઉદ્ઘાટન કર્યું હતું
